ચિત્ર વાર્તા સમીક્ષા

                        " પરિવેશ"

(#) સામાજિક પરિવર્તન:-

આ વાર્તામાં એવું સામાજિક પર્યાવરણ રજૂ કરવામાં આવ્યું છે કે જે વાતાવરણને આબેહૂબ આંખોની સામે પ્રગટાવે છે આ વાર્તામાં સમાજમાં ઘર ઘરમાં વ્યક્તિઓના જુદાજુદા સ્વભાવનો વર્ણન થયેલ છે.

(#) સમય:-

આ વાર્તામાં સમયની કોઈ નિશ્ચિતતા દર્શાવવામાં આવી નથી પરંતુ દિવસ દરમિયાન નો સમય જોવા મળતો હોય એવું લાગે છે.

(#) સ્થળ:-

આ વાર્તામાં કોઈ નિશ્ચિત સ્થળ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ ચિત્ર પરથી ઘરમાં થતી બાબતો નું વર્ણન થયેલ જોવા મળે છે.

(#) પાશ્ચાત ભૂમિકા:-

આ વાર્તાની પાશ્ચાત ભૂમિકામાં જય વિજય પવનને ત્રણ મવાલીઓ થી બચાવે છે લીલા જય વિજયને વળગી પડે છે.

                        "પાત્રો "

(#)મુખ્ય પાત્ર:- સુયોજ અને લીલા...

(#) ગૌણ પાત્રો:- પવન,પીંકી, જય,વિજય

(#) આંતરિક અને બાહ્ય ગુણો નૈતિક ગુણો મુખ્ય લક્ષણો ની વાર્તા માં ઝાંખી:-

આ વાર્તામાં આંતરીક અને બાહ્ય બંને ગુણોની ચર્ચા થયેલ જોવા મળે છે શુઝ ભાઈ પાસે ઘરના ભાગલા કરવા કહે છે પરંતુ આખરે જય વિજય ની વાતો સાંભળી  એનો હૃદય પરિવર્તન થાય છે.

(#) વાર્તા નો દ્રષ્ટિકોણ:-

           આ વાર્તાનો દ્રષ્ટિકોણ સમાજમાં સંપત્તિ ને લીધે થતા ઝઘડા ને અટકાવવાનો છે.

(#) કાલ્પનિક બાબતો અને ઘટનાઓ:-

આ વાર્તામાં લેખક કે કોઈ કાલ્પનિક બાબતો કે ઘટનાનું વર્ણન થયેલા જોવા મળતો નથી.

(#) વાર્તાના વાંચનાર અને મુખ્ય પાત્ર ના મન પર સોફો પડતી અસર ની સમીક્ષા:-

          આ વાર્તા મુખ્ય પાત્ર અને વાંચનાર ના મન પર ખૂબ જ ઊંડી અને સારી અસર પડી જતી હોય છે.

(#) શૈક્ષણિક વિચાર:-

આ વાર્તા માં શૈક્ષણિક વિચાર જેવું કંઈ જોવા મળતું નથી પરંતુ આ વાર્તાના બાળપાત્રો  જય વિજય પવન પિંકી હોઈ શકે.

(#) જો હું મુખ્ય પાત્ર હોવ તો:-

       જો હું મુખ્ય પાત્ર હોવ તો સંબંધોને મહત્તા વધુ આપો ઘરમાં બાળકોના મનમાં વેરઝેરના વિચારો ના આવે અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ રહે.

(#) પ્રતીકો અને સંકેતો:-

આ વાર્તામાં પ્રતીકોને સંકેતો તરીકે મોબાઈલ ગુસ્સાવાળો સ્વભાવ સોફો તેમજ અનેક પ્રતિકો દર્શાવ્યા છે.

(#) વક્રોક્તિ/ કટાક્ષ વચન:-

અહીં વપરાય કટાક્ષ જેવા કે મવાલી જેવા છોકરા એક તણખો જ્વાળા બની ગઈ દોસ્તીમાં ખટાસ આવી.

(#) લેખનશૈલી અને વલણ:-

વાર્તાની લેખનશૈલી સાદી અને સરળ છે સામાન્ય વર્ગ પણ વાંચી શકે તેવા છે.

(#) જીવનમૂલ્યો:-

આ વાર્તામાં સંબંધોના મહત્વ અને દર્શાવેલ છે મનુષ્ય મનુષ્ય વચ્ચે સંબંધોનું મહત્વ છે સંપત્તિ મનુષ્યનો જીવનભર સાથ આપતી નથી પરંતુ સંબંધો જીવનભર સાથ આપતા હોય છે.



Comments

Popular posts from this blog

કાવ્ય સમિક્ષા..

જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી:- પુસ્તક સમીક્ષા

ચિત્ર વાર્તા સમીક્ષા