કાવ્ય સમિક્ષા..
કાવ્ય સમિક્ષા
'હુ એવો ગુજરાતી '
*બાહ્ય સમિક્ષા:-
કાવ્યનું નામ:- "હું એવો ગુુજરાતી "
કવિનું નામ:- વિનોદ જોશી
સ્ત્રોત :- ધોરણ 10ના ગુુજરાતીના પુસ્તકમાંથી ઉપરોક્ત્ કાવ્ય લેવામાં આવેલ છે.
ક્ષેત્ર પ્રદેશ:-
ઉપરોક્ત કાવ્ય મુજબ ગુુજરાતની મહિમાનુંં વર્ણન થયેલ જોવા મળે છે. પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રળિયાત કર્યું છે.
કાવ્યનો પ્રકાર:-'ગુજરાતી ગીત રચના'
આંતરિક સમિક્ષા:-
શિર્ષક અને યથાર્થતા:-
શિક્ષક અને યથાર્થતા ની વાત કરીએ તો અહીં લેખક વિનોદ જોશી એ હું એવો ગુજરાતી કાવ્ય માં ગુજરાતનું ગૌરવ પ્રદર્શિત કરવા પોતે ગુજરાતી હોવાનો ગૌરવ દર્શાવે છે.
શાબ્દિક અર્થ અને વિષયવસ્તુ:-
શાબ્દિક અર્થ:- ગર્ભદીપ=ગરબાનો દીવો
અહીં આખા કાવ્યોમાં અનેક શબ્દો જોવા મળે છે. અને વિષય વસ્તુ એ ગુજરાતી મહિમાને પ્રગટ કરતા જોવા મળે છે.
ગર્ભિત અર્થ:-
ગજ-ગજ:- ગર્વથી ફૂલે છાતી..
કાવ્યનું માળખું:-
કાવ્યના શરૂઆતમાં જ લેખક પોતેે ગુજરાતી હોવાનો ગર્વ અનુભવે છે. કાવ્યના મધ્યમાં કવિ પોતાને દુહા-છંદની રમઝટ સાથે સરખાવે છે.મીરાની કરતાલ સાથે સરખાવે છે.
પરિવેશ:-
આ કાવ્યોમાં ગુજરાતની મહિમાનું વર્ણન અનેક પ્રાકૃતિક વાતાવરણ પરિવેશ પ્રગટ થતો જોવા મળે છે.
સંકેતો અને પ્રતીકોનો ઉપયોગ:-
ઉપરોક્ત કાવ્યમાં સંકેતાર્થ કે પ્રતિકો કોઈપણ પ્રકારના જોવા મળતા નથી.
ભાષા (લેખનશૈલી ):-
ઉપરોક્ત કાવ્યની લેખનશૈલી સાહિત્યિક જોવા મળે છે સાહિત્ય રસિકો જ આ ભાષાને સરળતાથી સમજી શકે છે.
#અલંકાર અને ભાષાનો ઉપયોગ થાય છે કે નહીં ?
'હા' થાય છે. ઉપરોક્ત કાવ્યોમાં અલંકારના ઉપયોગ થયેલા જોવા મળે છે.જેથી આ કાવ્યની શોભા વધતી જોઈ શકાય છે.
Comments
Post a Comment