Posts

Showing posts from July, 2019

ચિત્ર વાર્તા સમીક્ષા

                        " પરિવેશ" (#) સામાજિક પરિવર્તન:- આ વાર્તામાં એવું સામાજિક પર્યાવરણ રજૂ કરવામાં આવ્યું છે કે જે વાતાવરણને આબેહૂબ આંખોની સામે પ્રગટાવે છે આ વાર્તામાં સમાજમાં ઘર ઘરમાં વ્યક્તિઓના જુદાજુદા સ્વભાવનો વર્ણન થયેલ છે. (#) સમય:- આ વાર્તામાં સમયની કોઈ નિશ્ચિતતા દર્શાવવામાં આવી નથી પરંતુ દિવસ દરમિયાન નો સમય જોવા મળતો હોય એવું લાગે છે. (#) સ્થળ:- આ વાર્તામાં કોઈ નિશ્ચિત સ્થળ દર્શાવવામાં આવ્યું નથી પરંતુ ચિત્ર પરથી ઘરમાં થતી બાબતો નું વર્ણન થયેલ જોવા મળે છે. (#) પાશ્ચાત ભૂમિકા:- આ વાર્તાની પાશ્ચાત ભૂમિકામાં જય વિજય પવનને ત્રણ મવાલીઓ થી બચાવે છે લીલા જય વિજયને વળગી પડે છે.                         "પાત્રો " (#)મુખ્ય પાત્ર:- સુયોજ અને લીલા... (#) ગૌણ પાત્રો:- પવન,પીંકી, જય,વિજય (#) આંતરિક અને બાહ્ય ગુણો નૈતિક ગુણો મુખ્ય લક્ષણો ની વાર્તા માં ઝાંખી:- આ વાર્તામાં આંતરીક અને બાહ્ય બંને ગુણોની ચર્ચા થયેલ જોવા મળે છે શુઝ ભાઈ પાસે ઘરના ...

આંતરિક સમીક્ષા 3

 (#) લેખકનો દ્રષ્ટિકોણ:-            આ પુસ્તક લખવા પાછળ લેખકનું દ્રષ્ટિકોણ ભારતના વિભાજન ની માહિતી વાચકો સુધી પહોંચાડવું છે. (#) પાત્રો:-                સિકંદર મિર્ઝા, હમીદા બેગમ, તનવીર બેગમ ,જાવેદ ,રતનની મા ,પહેલવાન ,અનવર, સિરાજ, રઝા,હમીદ હુસેન, નાસીર કાઝમી, મોલવી, અલીમુદ્દીન અને મોહમ્મદશાહ . (#) પુસ્તકમાં ગમતી બાબત:-                 આ પુસ્તકમાં વિભાજનની વ્યથા સાથે ધર્મ અને માનવતા નો સ્પર્શ થતો બતાવે છે. તે બાબત ખૂબ જ ગમે તેવી છે. (#) આ પુસ્તક કોને વાંચવા પ્રેરિત કરશો?          આ પુસ્તક સાહિત્ય રસિક વિદ્યાર્થિઓને યુવાઓને તેમજ સાહિત્ય વાંચી શકે તેવા ને  પ્રેરિત કરીશ. (#) હેતુ:- આ નાટક દ્વારા વ્યક્તિના મનમાં વતન પ્રત્યેનો પ્રેમ જગાડવાના હેતુથી "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "લખાયેલ છે. અને તેનો અનુવાદ શરીફા વીજળીવાળા એ કર્યો. જેથી બીજા લોકો પણ આ પુસ્તક ને વાંચવા નો લાભ લઇ શકે.

આંતરિક સમિક્ષા

                  # પુસ્તકની આંતરિક સમીક્ષા# (#)શિર્ષક:-                   આ પુસ્તકનું શીર્ષક "જેણે લાહોર નથી જોયું એ જન્મ્યો જ નથી "છે .અહીં લાહોર કોઈ શહેરનું નામ ન રહેતા મારા તમારા મૂળ વતન નું પ્રતિક બની જાય છે. (#) પ્રસ્તાવના:-                         ભારતમાં વિભાજનને વિષય બનાવીને ભારતીય સાહિત્યમાં અનેક વાર્તા નવલકથા કવિતા વગેરે લખાયા પણ નાટક ભાગ્યે જ લખાયા આઝાદી પછી બરાબર 43 વર્ષે લખાયેલું અસગર વજાહત નું "જિસ લાહોર નઈ દેખ્યા ઓ જન્મ્યાઈ નઈ"... (#) ક્રમિકતાની જાળવણી:-                    લેખકે આખા નાટક ને પાત્રો અને સંવાદોથી જોડીને ક્રમાનુસાર નાટકને પ્રસ્તુત કર્યું છે. (#) સાંપ્રત સમય સાથે અનુબંધ:-         લેખક અસગર વજાહત એ આખા નાટકને ધર્મ સાથે જોડેલ છે. સાંપ્રત સમયના ધર્મ સાથે સંબંધ ધરાવે છે. (#) પુસ્તકની વિશેષતા:-       ...